BJP News

news

24

Dec

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત શહેરમાં આવેલ સચિન ખાતે ૧.૪૨ કરોડનાં નવ નિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત શહેરમાં આવેલ સચિન ખાતે ૧.૪૨ કરોડનાં નવ નિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું આ લોકાર્પણ પ્રસંગે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, જિલ્લાના અધ્યક્ષ શ્રી સંદીપભાઈ દેસાઈ, સ્થાનિક નગરસેવકો, આગેવાન - અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

news

24

Dec

ઓલપાડ તાલુકાના ડભારી ભાગીવાડી બીચ તરફ જતા રસ્તાનું ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી તથા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ દ્વારા આજ રોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું

ઓલપાડ તાલુકાના ડભારી ભાગીવાડી બીચ તરફ જતા રસ્તાનું ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી તથા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ દ્વારા આજ રોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યું . આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો , જીલ્લા અને તાલુકા સંગઠનના હોદ્દેદારો , આજુબાજુ ગામના સરપંચો તથા ડે.સરપંચો તથા મોટી સંખ્યામાં ગામજનો અને આજુબાજુના ગામોથી પધારેલ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં

news

13

Dec

દિવ્ય કાશી ભવ્ય કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નુ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

નવા રંગરૂપ સાથે સાકાર થયેલ દિવ્ય કાશી ભવ્ય કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર નુ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, રાજયના કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી ગાંધીનગરના રાદેસણ સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં દિવ્ય કાશી ભવ્ય કાશી લોકાર્પણના લાઈવ કાર્યક્રમમાં સંમ્મલિત થયા હતાં. આ પ્રસંગે ગાંધીનગર ભાજપ પ્રમુખ રુચિરભાઈ દેસાઈ, મહામંત્રીશ્રીઓ ગૌરાંગ પટેલ, કનુભાઈ દેસાઈ, ધમેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટરશ્રીઓ મીંરાબેન મિનેશભાઈ પટેલ, તેજલબેન યોગેશભાઈ નાઈ, પોપટસિંહ હેમતુસિંહ ગોહિલ, મહેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતાં.

news

11

Dec

ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર ના શહેર કાર્યાલય "શ્રી પંડિત દિનદયાળ ભવન" ખાતે શહેર કારોબારી ની બેઠક યોજાઇ હતી.

આજ રોજ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર ના શહેર કાર્યાલય "શ્રી પંડિત દિનદયાળ ભવન" ખાતે શહેર કારોબારી ની બેઠક યોજાઇ હતી. કારોબારી માં સરકારી યોજનાને ઘર ઘર સુધી પહોંચાડવાની, 100% વેકસીનના લક્ષ્યને પુરુ કરવા માટે જે લોકો બાકીનુ રસીકરણ બાકી છે તેમને વેકસીન લેવડાવું તેમજ વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામા આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી પૂણેશભાઈ મોદી, ગુજરાત સરકારના રાજ્યકક્ષા મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, સુરત મહાનગર અધ્યક્ષ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલા અને સંગઠનના સૌ હોદેદારશ્રીઓ, કોર્પોરેટર શ્રીઓ, વોર્ડ પ્રમુખ/ મહામંત્રી શ્રીઓ, વોર્ડ પ્રભારીશ્રીઓ, પ્રદેશના અને સુરત મહાનગર ના વિવિધ સેલ/ મોરચા/વિભાગના પ્રમુખ / મહામંત્રી શ્રીઓ, સંયોજકશ્રીઓ, સદસ્યશ્રીઓ તથા સર્વ કાર્યકર્તા હાજર રહ્યા હતા.

news

11

Dec

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ( CDS) જનરલ સ્વ. બીપી રાવત જી એમના ધર્મપત્ની સ્વ. મધુલિકા રાવત જી સહિત 13 શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આજે સવારે 11:30 કલાકે વીર સાવરકર સર્કલ, પાલનપુર જકાતનાકા, સુરત ખાતે યોજાયો.

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ( CDS) જનરલ સ્વ. બીપી રાવત જી એમના ધર્મપત્ની સ્વ. મધુલિકા રાવત જી સહિત 13 શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આજે સવારે 11:30 કલાકે વીર સાવરકર સર્કલ, પાલનપુર જકાતનાકા, સુરત ખાતે યોજાયો. ભાજપ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી , ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી મનમોહન શર્માજી સહિતનાં નિવૃત સૈનિકો , ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, સુરત શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી હેમાલીબેન બોધાવાળા, ભાજપ સુરત મહાનગર ના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિદલ સહિત સૌ અગ્રણીઓની ઉપસ્થિતિમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રામદેવ સ્ટીલ વાસણ ભંડારના માલિક શ્રી પ્રકાશ ચંદ્ર તુલસીદાસ ગાંધી એ વાળની આહુતી આપી શહીદોને શ્રદ્ધાંજલિ આપી

news

07

Dec

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર સાથે વિવિધ ઉદ્યોગકારોએ MOU કર્યા હતા.

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર સાથે વિવિધ ઉદ્યોગકારોએ MOU કર્યા હતા. જે પૈકી સુરત ઇચ્છાપુર મુકામે આવેલા જેમ્સ એન્ડ જ્વેલરી પણ ૮૫૦ કરોડના એમઓયુ ( MOU) સાઈન કર્યા હતા.તે પ્રસંગે ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી તેમજ પૂર્વ મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં

news

06

Dec

One more * * revolutionary digital facility * in *"Purnesh Modi App′′

* Path of public service *: * Start of Guj-road application * Take a photo of the pit... Aapshree's complaint will be removed If Gujarat government is seen as a pit in the handicraft and wants to inform the government about this... 1) Open the Purnesh Modi application 2) Opening a repair form. 3) Select the option if you want to complain. 4) Upload a complaint by writing a detailed photograph of the pit by turning on the GPS location. 5) Your complaint will reach the concerned department. 6) How long will the complaint be removed, at what stage is the complaint and after the complaint is resolved you will get information through online status

news

01

Dec

મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ રાજયના ૮ મુખ્ય યાત્રાધામના અધિકારીઓ, ટ્રસ્ટી ગણ સાથે વિડીયો કોન્ફરન્સથી મહત્વની બેઠક કરી હતી.

ગુજરાત રાજયના માન. કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ રાજયના ૮ મુખ્ય યાત્રાધામના અધિકારીઓ, ટ્રસ્ટી ગણ સાથે વિડીયો કોન્ફરન્સથી મહત્વની બેઠક કરી હતી. ખેડા જિલ્લાના ઠાસરા ગામે પ્રાંત કચેરીએથી યોજાયેલ આ બેઠકમાં યાત્રાધામમાં આવતા યાત્રાળુઓને પડતી મુશ્કેલીઓ અને યાત્રાળુઓને જોઈતી અન્ય સુવિધાઓ, અને સ્થાનિક પ્રશ્નો વિગેરેની છણાવટ થઈ હતી. ગુજરાત રાજયના માન. કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ નર્મદા જિલ્લામાં પીપીપી ધોરણે ચાલી રહેલ નોધારાના આધાર અભિયાનનું ઉદાહરણ રજુ કરી તમામ યાત્રાધામોમાં તેનો અમલવારી કરી ભિક્ષુકો આત્મનિર્ભર બને અને ભક્ષુક વિનાના યાત્રાધામ વિસ્તાર બનાવવા અનુરોધ કર્યો હતો.

news

01

Dec

મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ આજરોજ ડાકોર યાત્રાધામના સ્થળની મુલાકાત લીધી હતી.

કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ આજરોજ ડાકોર યાત્રાધામના સ્થળની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ યાત્રાધામ વિભાગના પાર્કિંગ પરીસરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પવિત્ર યાત્રાધામ વિભાગના એમ.ડી. , શ્રી જૈનુ દેવેન, જિલ્લા કલેક્ટર શ્રી કે. એલ. બચાણી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

news

30

Nov

મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ આજરોજ વિધાનસભા, સચિવાલય પરિસરના પાર્કિંગ વિસ્તારની મુલાકાત લીધી હતી.

કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ આજરોજ વિધાનસભા, સચિવાલય પરિસરના પાર્કિંગ વિસ્તારની મુલાકાત લીધી હતી. અને વિભાગીય અધિકારીઓને પાર્કિંગમાં સુધારા વધારા સાથે નવીનીકરણ માટે ચર્ચા કરી હતી.

news

30

Nov

શ્રી પૂર્ણેશભાઈ મોદીએ આજરોજ ગાંધીનગર ખાતે નિર્માણ થનારા નવા ધારાસભ્ય નિવાસ સ્થળની મુલાકાત લીધી હતી.

રાજયના માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ આજરોજ ગાંધીનગર ખાતે નિર્માણ થનારા નવા ધારાસભ્ય નિવાસ સ્થળની મુલાકાત લીધી હતી. સદસ્ય આવાસ સમિતીના ચેરમેન શ્રી પિયુષભાઈ દેસાઈની ઉપસ્થિતિ સાથેની મુલાકાતમાં સબંધિત વિભાગના અધિકારીઓ તથા સદસ્ય આવાસ સમિતીના સભ્યો સાથે નવા આવાસ અંગે સુચનો રજુઆતની ચર્ચા કરી હતી.

news

28

Nov

સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ, અમદાવાદની વાર્ષિક સાધારણ સભા - સ્નેહ મિલન તથા સન્માન સમારોહ સમાજના પ્રમુખશ્રી સોમાભાઈ દામોદરદાસ મોદીના અધ્યક્ષ સ્થાને રવિવારના રોજ યોજાયો હતો.

સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ, અમદાવાદની વાર્ષિક સાધારણ સભા - સ્નેહ મિલન તથા સન્માન સમારોહ સમાજના પ્રમુખશ્રી સોમાભાઈ દામોદરદાસ મોદીના અધ્યક્ષ સ્થાને તા. ૨૮-૧૧--૨૦૨૧ રવિવારના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અને મોઢ મોદી સમાજના કાર્યકારી પ્રમુખશ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી હસમુખ પુંજીરામ મોદી, અને શ્રી નિરંજનભાઇ ટી. રાઠોડ સહિત સમાજના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં રાજયના કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીનું સમસ્ત ગુજરાત મોદીના તમામ ઘટકોના આગેવાનોએ ભવ્ય સન્માન કર્યુ હતું.